ChatGPT સ્લાઇડ્સ

તમારી ટીમ અને ChatGPT સાથે સુઘડ પ્રસ્તુતિઓ બનાવો

વાતચીત કે નમૂનામાંથી ક્રિયાપ્રતિક્રિયા કરી શકાય તેવી સ્લાઇડ્સ બનાવો. તમારી ટીમને સંપાદન કરવા અને પ્રતિસાદ આપવા આમંત્રિત કરો અને ChatGPT અથવા તમારા dotને ફેરફારો કરવા દો. ChatGPTમાં પ્રસ્તુતિ આપો અથવા PowerPoint કે Google Slidesમાં નિકાસ કરો.

Pro, બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ યોજનાઓમાં ઉપલબ્ધ.

ChatGPT સ્લાઇડ્સ સંપાદકમાં હવામાન વિશેની પ્રસ્તુતિ, સ્લાઇડ્સનાં લઘુચિત્રો, સહયોગીઓનાં કર્સર અને સહિયારી ટિપ્પણીઓની પેનલ.

ટીમની તાજેતરની માહિતીથી લઈને મોટા વિચારો સુધી

બ્રાન્ડ માર્ગદર્શિકા, અક્ષરોની શૈલી, રંગસંયોજન અને ફોટોગ્રાફી દર્શાવતી સર્જનાત્મક અભિયાનની સ્લાઇડ્સ.

ઓછી જાતમહેનતે શાનદાર પ્રસ્તુતિઓ

તમારા વિચારોને સાકાર કરો

ChatGPT તમારી જરૂર મુજબનાં ચિત્રો બનાવીને અથવા તમે અપલોડ કરેલાં ચિત્રો વાપરીને તમારા વિચારોમાંથી સુઘડ પ્રસ્તુતિ બનાવવામાં મદદ કરી શકે છે.

સુધારા કરવામાં ઓછો સમય વિતાવો

એક જ પ્રસ્તુતિમાં ટીમના સાથીઓ સાથે પ્રતિસાદ પર કામ કરો અને જરૂરી ફેરફારો કરવા ChatGPTની મદદ લો.

તમારા પોતાના નમૂનાથી શરૂઆત કરો

તમારી સ્લાઇડ્સની શૈલી અને ગોઠવણી માટે માર્ગદર્શન આપવા ChatGPT સાથે નમૂનારૂપ પ્રસ્તુતિ શેર કરો.

તમારી પસંદગીનાં સાધનોમાં કામ કરતા રહો

તમારા પસંદગીના પ્રસ્તુતિ સંપાદકમાં કામ ચાલુ રાખો, જ્યાં સામગ્રીમાં ફેરફાર કરીને તેને વધુ સારી બનાવી શકાય.

ચાર પગલાંમાં તમારી પ્રસ્તુતિ બનાવો

વાતચીત, ફાઇલો અથવા રૂપરેખામાંથી સ્લાઇડ્સ બનાવવા ChatGPTને કહો, અથવા નમૂનાથી શરૂઆત કરો.

‘નવી સ્લાઇડ’ સંવાદપેટીમાં નવેસરથી બનાવવા, પેજને રૂપાંતરિત કરવા, હાલની પ્રસ્તુતિમાં ફેરફાર કરવા અને નમૂનાથી શરૂઆત કરવાના વિકલ્પો છે.

સ્લાઇડ્સ બનાવવા અને સુધારવા માટે પ્રોમ્પ્ટ અજમાવો

તમારી આગામી શાનદાર પ્રસ્તુતિ સાથે મળીને બનાવો